રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વુમન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વુમન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વુમન્સએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે, જે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ભાગ લે છે. ટીમની માલિકી ડિયાજિયોની છે, જે પુરુષોની ટીમની પણ માલિકી ધરાવે છે. ટીમના કોચ લ્યુક વિલિયમ્સ અને કેપ્ટન સ્મૃતિ મંધાના છે. વિમેન્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું નામ જાન્યુઆરી 2023માં વિમેન્સ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું હતું, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક ડિયાજીઓએ ફ્રેન્ચાઇઝીના અધિકારો ખરીદ્યા હતા. ફેબ્રુઆરી 2023માં બેન સોયરની ટીમના મુખ્ય કોચ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. WPLમાટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમની ટીમ માટે 18 ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા હતા. 18 ફેબ્રુઆરી 2023 ના રોજ, સ્મૃતિ મંધાનાને ટીમના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવી. ટીમ ગત્ત ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજમાં ચોથા સ્થાને રહી હતી

આપણે સપોર્ટ સ્ટાફની વાત કરીએ તો ટીમના ઓપરેશન હેડ સૌમ્યદીપ પાયને, ટીમ મેનેજર અને ડૉક્ટર ડૉ. હરિની મુરલીધરન, મુખ્ય કોચ લ્યુક વિલિયમ્સ, સહાયક મુખ્ય કોચ માલોલન રંગરાજન, બેટિંગ કોચ આરએક્સ મુરલી, ફિલ્ડિંગ કોચ વેલ્લાસ્વામી વનિતા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેન્ટર સાનિયા મિર્ઝા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વુમન્સ ટીમનો જર્સીનો રંગ કાળો અને લાલ છે.

 

Read More

અખબાર-દૂધના પેકેટમાંથી બોલ અને નારિયેળના છાલમાંથી બેટ બનાવી ક્રિકેટ રમવાની કરી શરૂઆત, હવે 33 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી બનાવ્યો રેકોર્ડ

સામાન્ય રીતે કોઈપણ ક્રિકેટ ખેલાડી 20 થી 30 વર્ષની વય વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરે છે. પરંતુ આશા શોભનાએ 33 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર સૌથી મોટી ઉંમરની ખેલાડી બની ગઈ છે. આશાની રાષ્ટીય ટીમ સુધીની સફર ખૂબ જ સંઘર્ષ અને તકલીફોથી ભરેલી રહી છે. તેની આ કહાની કરોડો ક્રિકેટરો માટે પ્રેરણારુપ છે.

WPL 2024ની ફાઈનલ સમાપ્ત થયા બાદ RCBને લઈ સૌરવ ગાંગુલીએ આ શું કહ્યું?

WPL ની શ્રેષ્ઠ ટીમ કઈ છે? જો તમે કહો કે RCB ચેમ્પિયન બની ગયું છે તો તે સર્વશ્રેષ્ઠ પણ બની ગયું છે. પરંતુ એવું નથી, સૌરવ ગાંગુલી આ વાત સાથે સહમત નથી. તેમણે અન્ય ટીમને ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમ ગણાવી છે.

સ્મૃતિ મંધાનાએ WPL ટ્રોફી ઉપાડતાની સાથે જ ચાહકોએ કરી જોરદાર ઉજવણી, જુઓ Video

આખરે RCBની ટાઈટલની રાહ પૂરી થઈ. જે ચાહકો વર્ષોથી RCB ની જીતની આશાઓ રાખી બેઠા હતા તેમની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આખરે RCB ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યું. હોળી પહેલા, RCBની મહિલા ટીમે તેમના ચાહકોને ઉજવણી કરવાની એક મોટી તક આપી અને આ ઉજવણી દરેક જગ્યાએ થઈ હતી.

વિરાટ કોહલીની સામે RCBની મહિલા ખેલાડીઓએ કર્યો ડાન્સ, જુઓ Video

RCBની મહિલા ટીમે વર્ષ 2024ને પોતાનું બનાવી લીધું છે. તેમણે WPL 2024ની ટ્રોફી જીતી RCB ફ્રેન્ચાઈઝીની 17 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો હતો. ટ્રોફી જીત્યા બાદ RCB મેન્સ ટીમના સ્ટાર વિરાટ કોહલીએ કેપ્ટન સ્મૃતિને વીડિયો કોલ પર અભિનંદન આપ્યા હતા. આ કોલ દરમિયાન RCBની અન્ય મહિલા ખેલાડીઓએ વિરાટ સામે મજેદાર ડાન્સ કરી જીતની ઉજવણી કરી હતી.

ભાઈને જોઈ ક્રિકેટ રમતા શીખી, 16 વર્ષમાં જે વિરાટ કોહલી ન કરી શક્યો તે કરી દેખાડ્યું આવો છે ચેમ્પિયનનો પરિવાર

ભારતીય મહિલા ક્રિકેટની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાનો જન્મ 18 જુલાઈ 1996ના રોજ મુંબઈમાં થયો છે. સ્મૃતિએ પોતાના ભાઈને ક્રિકેટ રમતા જોઈ રમવાનું શરુ કર્યું હતુ. તો આજે આપણે સ્મૃતિ મંધાનાના પરિવાર વિશે વાત કરીશું.

રાજસ્થાન રોયલ્સે આરસીબીને શુભકામના પાઠવી માર્યો ટોણો, જેઠાલાલ અને દયાનો ફોટો કર્યો શેર

વિરાટ કોહલી જેવા સ્ટાર હોવા છતાં આરસીબીની પુરુષ ટીમ 16 વર્ષથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો એક પણ ખિતાબ જીતી ચૂકી નથી. મહિલા ટીમે બીજા વર્ષે વુમન્સ પ્રીમિયર લીગનો ખિતાબ જીતી લીધો છે. જેને લઈ રાજસ્થાન રોયલ્સે પોસ્ટ કરી છે.

WPL 2024: બોયફ્રેન્ડ સાથે જોવા મળી સ્મૃતિ મંધાના, જાણો કોણ છે પલાશ મુછલ, જુઓ ફોટો

આરસીબીની જીત બાદ સ્મૃતિ મંઘાના બોલિવુડ મ્યુઝીશિયન પલાશ મુચ્છલની સાથે જોવા મળી હતી. પલાશે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે.રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2024નો ખિતાબ જીત્યો છે.

પાકિસ્તાન સુપર લીગથી વધુ કમાણી કરી ગઈ છે ભારતની દિકરીઓ, જાણો WPL અને PSLની પ્રાઈઝ મની

ડબલ્યુપીએલની તુલનામાં પીએસએલની પ્રાઈઝ મની અડધી છે.WPL 2024ની વિજેતા આરસીબીને 6 કરોડ રુપિયા ઈનામ તરીકે મળ્યા છે. તો PSL વિજેતા ટીમની પ્રાઈઝ મની 3.5 કરોડ રુપિયા છે.

WPL 2024 Finalમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની “વિરાટ” જીત, 8 વિકેટથી મેળવ્યો વિજય

WPL 2024ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સાથે WPLને નવો ચેમ્પિયન મળ્યો છે. બેંગ્લોરે દિલ્હીને હરાવી બીજી સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે આ ખિતાબ કબજે કર્યો હતો.

WPL 2024 Prize Money: ચેમ્પિયન ટીમ પર થશે કરોડો રૂપિયાનો વરસાદ, રનર અપને પણ મળશે મોટી રકમ

WPL 2024 Prize Money: વુમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024ની ફાઈનલમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સ એકબીજાની સામે ટક્કર થશે. ચેમ્પિયન ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થશે. રનર અપને પણ મોટી રકમ મળશે.

એલિસ પેરીને WPL 2024 ફાઈનલ પહેલા મળી તુટેલા કાચની ગિફટ , જે જીવનભર યાદ રહેશે, જુઓ ફોટો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીને WPL 2024 ફાઈનલ પહેલા ખાસ ગિફટ મળી છે. ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત તેને આ આવી ગિફટ મળી છે, જે તેને જીવનભર યાદ રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સને 5 રને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ વખત WPL ફાઈનલમાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટિંગ આ મેચમાં ફ્લોપ રહી હતી પરંતુ એલિસ પેરીએ એકલા હાથે ટીમને સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચાડી હતી. આ પછી ટીમના બોલરોએ જોરદાર વાપસી કરી અને મુંબઈ ઈન્ડિયન્સને 5 રને હરાવી પ્રથમ વખત TATA WPLની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

WPL 2024 કોને મળશે ફાઈનલ ટિકિટ, જાણો ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ

સ્મૃતિ મંધાનાની ટીમ આ સિઝનમાં કુલ આઠ મેચ રમી હતી, જેમાં તેણે ચારમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો. તો મુંબઈની ટીમે 8 મેચમાંથી 5માં જીત મેળવી છે. આ સીરિઝમાં બંન્ને ટીમો વચ્ચે 2 લીગ મેચ રમાઈ છે. જેમાં એક મેચ હરમનપ્રીત તો બીજી આરસીબીએ જીતી છે.

WPL 2024: મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચ્યું

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને સ્મૃતિ મંધાનાની ટીમે 7 વિકેટે હરાવી હતી. આ જીત સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી ગઈ છે. બેંગ્લોર પ્લે ઓફમાં પ્રવેશનાર ત્રીજી અને અંતિમ ટીમ બની છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ચૂકી હતી. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના સમાન 10-10 પોઈન્ટ છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 8 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું હતું.

છેલ્લા બોલ પર સનસનાટીભર્યો નિર્ણય, 1 રનથી હારેલી દિલ્હી એક રનથી જીતી ગઈ

દિલ્હી કેપિટલ્સને આ સીઝનમાં 2 વખત અંત સુધી લડ્યા બાદ હારનો સામનો કરવો પડ્યો હતો. સીઝનની પહેલી જ મેચમાં તેના છેલ્લા બોલ પર મુંબઈએ હાર આપી હતી. જ્યારે આરસીબી વિરુદ્ધ મેચ પહેલા તેને યુપી વિરુદ્ધ 1 રનથી હાર મળી હતી. આ વખતે દિલ્હીએ બંન્નેનો બદલો બેંગ્લોર સાથે લીધો છે.

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
g clip-path="url(#clip0_868_265)">