ચેન્નાઈ સુપર કિંગ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. 2008માં શરુ થયેલી આ ટીમ ચેન્નાઈના M. A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેની ઘરેલું મેચો રમે છે. ટીમની માલિકી ઈન્ડિયા સિમેન્ટ્સની તેની ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ હોલ્ડિંગ કંપની છે. ટીમનો રેકોર્ડ છે પાંચ આઈપીએલ ટાઈટલ જીત્યા છે, સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે રમેલી 14 સીઝનમાંથી 12 વખત પ્લેઓફ સ્ટેજ માટે ક્વોલિફાય થઈ છે, જે કોઈપણ અન્ય ટીમ કરતા વધુ છે. ટીમની શરૂઆતથી જ એમએસ ધોની દ્વારા કેપ્ટનશીપ કરવામાં આવી છે અને હાલમાં સ્ટીફન ફ્લેમિંગ કોચ છે. જાન્યુઆરી 2022માં CSK ભારતનું પ્રથમ યુનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઈઝ બન્યું.

2013ના આઈપીએલ સટ્ટાબાજીના કેસમાં તેના માલિકોની સંડોવણીને કારણે ટીમને જુલાઈ 2015થી શરૂ થતી આઈપીએલમાંથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી અને 2018માં પુનરાગમન કર્યું અને સિઝનમાં તેણે ખિતાબ જીત્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો કેપ્ટન એમએસ ધોની છે. કોચ સ્ટીફન ફ્લેમિંગ અને માલિક એન. શ્રીનિવાસન તેમજ મેનેજર રસેલ રાધાકૃષ્ણન છે.

 

Read More

IPL 2024: અંબાતી રાયડુએ ધોનીની ઈજા અને ચેન્નાઈ સુપર કિંગ્સ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો

મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં છેલ્લી ઓવરોમાં બેટિંગ કરવા આવી રહ્યો છે. આ માટે તેને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે. જોકે, કોચ સ્ટીફન ફ્લેમિંગે ઈજાને ટાંકીને તેનું સમર્થન કર્યું છે. હવે CSKના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુએ ધોનીને લઈને મોટો ખુલાસો કર્યો છે.

IPL 2024માંથી ટૂંકો બ્રેક મળતા જ ધોની ચેન્નાઈમાં CISF ઓફિસ પહોંચી ગયો, જવાનોનો ઉત્સાહ વધાર્યો

ધોનીની ટીમ CSKને IPL 2024માં તેની છેલ્લી ગ્રુપ મેચ 18 મેના રોજ RCB સામે રમવાની છે. એ પહેલા એમએસ ધોની ચેન્નાઈમાં CISF જવાનોને મળ્યો હતો. આ સમય દરમિયાન ધોનીએ જવાનોના સાથે વાતચીત કરી હતી. એમએસ ધોની પોતે ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ છે.

RCB-CSK બંને પ્લેઓફમાં પહોંચશે, SRH બહાર થશે, KKR બનશે ચેમ્પિયન ! હરભજન સિંહે ચોંકાવનારો દાવો કર્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL પ્લેઓફની રેસમાં યથાવત છે અને 18 મેના રોજ ચેન્નાઈ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે. આ મેચ પહેલા હરભજન સિંહે મોટો દાવો કરતા કહ્યું છે કે RCB અને ચેન્નાઈ બંને પ્લેઓફમાં પહોંચી જશે. તેના મતે સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પ્રવેશ કરશે નહીં. આ સિવાય તેને કહ્યું કે કોલકાતા ચેમ્પિયન બની શકે છે.

IPL 2024: શું RCB રમ્યા વિના જ બહાર થઈ જશે? ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વરસાદનો ખતરો

IPL 2024માં વરસાદે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. અત્યારે ગુજરાત અને કોલકાતાની ટીમો જ તેના ફાયદા અને ગેરફાયદા જાણે છે. પરંતુ, હવે ધોની અને વિરાટની ટીમને પણ આનો અનુભવ થશે એવા સંકેત મળી રહ્યા છે. 18મી મેના રોજ CSK અને RCB વચ્ચે રમાનાર મેચમાં વરસાદ પાડવાની શક્યતા છે.

IPL 2024 : શું હોય છે ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફિલ્ડ નિયમ? જાણો આ નિયમને કારણે ખેલાડીઓ કેવી રીતે આઉટ થાય છે

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રવિન્દ્ર જાડેજાને ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ નિયમ હેઠળ આઉટ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ નિયમ હેઠળ કઈ રીતે ખેલાડીને આઉટ કરવામાં આવે છે.

IPL 2024 : પ્લેઓફની રેસ રોમાંચક બની, હવે 4 નહીં પરંતુ 3 જગ્યા બાકી, પરંતુ અનેક ટીમો દાવેદાર

આઈપીએલ 2024માં પ્લેઓફ માટે 3 જગ્યા ખાલી છે. આ 3 જગ્યા માટે 7 ટીમ વચ્ચે જંગ જોવા મળશે. કેકેઆરની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી ચુકી છે.દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટસની ટીમ પાસે પણ 16-16 અંક સુધી પહોચવાની તક છે.

IPL 2024: ધોનીએ જે વ્યક્તિને માર મારતા બચાવ્યો હતો તેની પોલીસે કરી ધરપકડ, સામે કેસ નોંધવામાં આવ્યો

અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન જ્યારે એમએસ ધોની બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક ચાહક મેદાનમાં ઘુસી ગયો, જે પહેલા ધોનીના પગે પડ્યો અને પછી તેને ગળે લગાડ્યો. ધોનીએ પણ તેને સંભાળ્યો પરંતુ આ પછી સિક્યોરિટી તેને બહાર લઅઈ ગયા. જોકે હવે આ ફેનની હરકત તેને બહુ જ ભારે પડી છે.

IPL 2024: MS ધોની એવોર્ડ લેવા ન ગયો, ગુજરાત સામેની હાર બાદ CSKના પૂર્વ કેપ્ટનને શું થયું?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત સામે મેચ હાર્યા બાદ જ્યારે એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશનની હતી, ત્યારે આ સેરેમની વખતે એમએસ ધોની તેનો એવોર્ડ લેવા પણ હાજર ન રહ્યો. તેની જગ્યાએ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ધોનીનો એવોર્ડ સ્વીકાર્યો હતો. જે બાદ ફેન્સના મનમાં ધોનીને લઈ અનેક સવાલો ઊભા થયા હતા.

અમદાવાદઃ મોદી સ્ટેડિયમમાં ધોનીને મળવા ગ્રાઉન્ડમાં કૂદેલા યુવકને લઈ પોલીસ તપાસ શરુ, જાણો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાયો હતો. મેચ દરમ્યાન એક યુવક ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગી ભેટી પડ્યો હતો. જોકે પોલીસને ધ્યાનમાં આવતા તાત્કાલિક તે યુવકને ગ્રાઉન્ડમાંથી બહાર ધકેલવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યો ધોનીનો જબરજસ્ત ક્રેઝ, સુરક્ષા વ્યવસ્થા તોડી મેદાનમાં પહોંચેલા ચાહકે કર્યાં પ્રણામ

મહેન્દ્રસિંહ ધોનીનો એક ચાહક મેચ પૂર્ણ થાય તે પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાનમાં ઘસી આવ્યો હતો. તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોચેલો ફેન માહીને ગળે મળવા માંગતો હતો. મેદાનમાં આવીને તેણે માહીને માથુ નમાવીને પ્રણામ કર્યાં હતા.

IPL 2024: ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું, પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ ગુજરાત ટાઈટન્સે પાંચ વારની ચેમ્પિયન ચેન્નાઈ સપર કિંગ્સને 35 રને હરાવી IPL 2024માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જ્યારે બીજી તરફ ચેન્નાઈની પ્લેઓફની સફર હવે ખતરનાક બની છે. ગુજરાત ટાઈટન્સની 12 મેચોમાં આ પાંચમી જીત છે અને આ સાથે ટીમ 10 પોઈન્ટ સાથે 10મા સ્થાનેથી આઠમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનો છઠ્ઠો પરાજય થયો છે પરંતુ તે હજુ પણ 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.

IPL 2024: સાઈ સુદર્શને CSK પાસેથી લીધો ‘બદલો’, IPLમાં ધમાકેદાર સદી સાથે રચ્યો ઈતિહાસ

આ સિઝનમાં ગુજરાત માટે સૌથી સફળ બેટ્સમેન સાબિત થયેલા સાઈ સુદર્શન ફરી એકવાર એવા સમયે આવ્યા અને આ ઈનિંગ રમી જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. આ મેચ ગુજરાત માટે કરો યા મરો છે, જ્યાં હાર સાથે તે પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે અને આવી સ્થિતિમાં સુદર્શને આ કમાલ કરી બતાવી.

IPL 2024 GT vs CSK: શુભમન ગિલે તોફાની સદી ફટકારી, IPLની 100મી સદી પર લખાવ્યું પોતાનું નામ

શુભમન ગિલની આ IPL સિઝન સારી રહી ન હતી અને આ ઈનિંગ પહેલા તેના નામે માત્ર એક અડધી સદી હતી, પરંતુ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન કરો યા મરો મેચમાં સદી ફટકારીને ફોર્મમાં પરત ફર્યો અને ટીમને મોટા સ્કોર તરફ લઈ ગયો હતો. ચેન્નાઈ સામે શુભમન ગિલે શાનદાર સદી ફટકારી IPLમાં પોતાની ચોથી સેન્ચુરી ફટકારી હતી.

તે દિવસ દૂર નથી જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સને જોવા કોઈ નહીં જાય, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન

ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની સૌથી લોકપ્રિય ટીમ છે. આ ટીમને તે મેદાન પર અદ્ભુત સમર્થન મળે છે જ્યાં તે રમે છે. IPL 2024માં પણ આવું જ થઈ રહ્યું છે. પરંતુ હવે વીરેન્દ્ર સેહવાગે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. સેહવાગનું માનવું છે કે તે દિવસ દૂર નથી જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ જોવા કોઈ નહીં જાય.

આજે અમદાવાદમાં રનનો ઢગલો થશે કે બોલરો મચાવશે તબાહી, જાણો પિચ રિપોર્ટ

IPL 2024ની આજે રમાનારી 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ ઘર આંગણે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. ગુજરાત ટાઈટન્સનો અમદાવાદમાં રમાયેલી છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઈટન્સની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં તળીયે છે.

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
g clip-path="url(#clip0_868_265)">